અલ્લડ છોકરીનો બટુવો…
ઉપરથી કેટલો રંગબેરંગી,
અંદર અંગત કેટકેટલું,
અણગમતા રહસ્યો જેવા નેપકીન્સ,
જીવન-જરુરિયાત જેવા કોસ્મેટીક્સ,
દિલના આકારનો આયનો,
અને એ પણ ગુલાબી રંગનો,
થોડાક પૈસા, વેરણછેરણ,
ખૂણામાં છુપાઇને બેઠેલો મોબાઇલ,
કોઇની યાદ અપાવતો સુગંધી કાગળ,
અને ઝીણી ઝીણી ઢગલાબંધ વસ્તુઓ…
ઉપરથી કેટલું રંગબેરંગી,
અંદર અંગત કેટકેટલું,
કૈંક અણગમતા રહસ્યો,
જીવન-જરુરિયાતની વસ્તુઓ,
થોડાક પૈસા, વેરણછેરણ,
કોઇની યાદની સુગંધ..
અને, ઝીણું ઝીણું ઢગલાબંધ કેટલું સંઘરીને જીવ્યો..
હું કોઈ અલ્લડ છોકરીના બટુવા જેવું જીવ્યો!
Advertisement
kya baat hey vishvesh…. majaa avi gai….
By: rajesh on November 23, 2010
at 4:32 pm
અલ્લડ છોકરીના બટુવા સાથે નિજ જીવનની સિમિલી…… એક ટૂંકી વાર્તા જેવા અંતથી આખી વાત કાવ્ય બને છે.
By: Pancham Shukla on December 18, 2010
at 8:14 pm
you too…
By: Kunjan on January 18, 2011
at 12:36 am