તું ખરે જ અશરણશરણ હો મુરારિ,
તો કહે, હું થઇ તારી તો ય કાં હારી?….
અહીં મારા દરદનું માપ નથી,
ત્યાં અકળ ગણતરી તારી,
આ અટૂલી રાધા ન સાંભરી તને,
જ્યારે સોળ સહસ્ત્ર તારી?
તારી આ બાદબાકીમાં શ્યામ,
હું તો સરવાળે સરવાળે હારી…
તું દ્વારિકાનગરીએ થયો સોનાનો,
હું વ્રંદાવન રખ્યા થઈ એનું શું?
કુબ્જાની કાયાપલટ ગવાય ભલે,
હું સુંદરીની કુબ્જા થઈ એનું શું?
તને હૈયું હારીને ગોવર્ધનધારી,
હું તો હૈયાધારણથી ય હારી…
Advertisement
સારી લાગણી અને નારી સંવેદના છે.
વાંચો મને @http://himanshupatel555.wordpress.com
આભાર
By: himanshupatel555 on January 7, 2010
at 7:28 am
વાહ વિશ્વેશભાઇ વાહ….રચનામાં ખરેખર સરસ રીતે ભાવ વહાવ્યો છે. દરેક પંક્તિમાં વણાયેલ રાધાની પ્રેમભરી ફરિયાદો ગમી ગઇ…વિચારો અને પ્રસ્તુતિનું ઉત્તમ મિશ્રણ
By: Tejas Shah on April 1, 2010
at 2:04 pm
નવી ભાતનું આ ગોપીભાવ ગીત – ઘણા વખતે બ્લોગની મુલાકાતે અવાયું.
તું ખરે જ અશરણશરણ હો મુરારિ,
તો કહે, હું થઇ તારી તો ય કાં હારી?….
ઉપાડની ‘summary’ કડીએ કડીએ વધુ ખૂલે છે.
By: Pancham Shukla on November 20, 2010
at 3:32 am